થરાદ તાલુકામાં બાળ કિશોરીની તસ્કરીની ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી અનુસાર ગરીબ પરિવારને રૂ.40 હજાર આપી કિશોરીને થરાદના ડેલ ગામમાં ચાર લાખથી વધુના પૈસામાં વેચી લગ્ન કરાવવા લાવી હોવાનું ખુલ્લ્યું છે જેમાં વધુમાં પુછપરછ કરતા કિશોરી લુણાવાડા તાલુકાની મૂળ વતની છે જેને અમદાવાદ થી થરાદના ડેલ ગામમાં લાવવામાં આવી હતી.હાલ માં તો પોલીસે કિશોરીના માતા-પિતા બાળ કિશોરીની તસ્કરી કરનાર મહિલા દલાલો સહિત 8 શખ્સો સામે નોંધી ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે