બનાસકાંઠા જીલ્લા ના થરાદ તાલુકા લુવાણા કળશ ગામે માતાજીના મંદિરે ત્રિદિવસીય લોકો મેળાનો ગઇકાલે થી પ્રારંભ થયો છે ત્યારે આજરોજ હાજરોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરી મેળો માણવા ઉમટી પડ્યા હતા.
ત્યારે આ વખતે લુવાણા મેળા માં પાડો દરેક લોકો નું આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો ત્યારે પાડાના માલિક પરાગભાઇ વેલાભાઇ પટેલ કોટડા જણાવ્યું હતું કે આ પાડાને જસરા ના અશ્વ મેળામાં પંજાબના એક ભાઈએ એક કરોડ અગિયાર લાખ રૂપિયા માં માંગણી કરી હતી પણ મારે આપવાનો નથી કરોડો રૂપિયા આપે છતાં આપવો નથી બનાસકાંઠા જિલ્લાના દરેક પશુપાલક સુધી આ બીડ ઓલાદ તૈયાર થાય એ મહત્વનું છે એજ મારે એક નામના કામાવવી છે