થરાદ પંથકમાં‌ વૃદ્ધ સાથે મારા મારી કરી સાથે રહેલ રૂ.૧૫૦૦૦૦ લુંટ થઇ

બનાસકાંઠા જિલ્લાના‌ થરાદ તાલુકામાં લુંટ અને માર ની ઘટના ઓમા દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ધટના થરાદ ના  સાચોર હાઇવે ઉપર બની છે થરાદ પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી અનુસાર રસોઈ નો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરશોતમદાસ વૈષ્ણવ સાંચોર નાં રહેવાસી છે જેમને માર મારી લુંટ કરનાર ચાર ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેમાં માર મારી લુંટ કરનાર ઈસમો વાતડાઉ ગામ નાં વતની હિરાભાઈ મુળાભાઈ પટેલ અને સામળાજી સવજી પટેલ તેમજ તેમનીક સાથે રહેલા અન્ય બે ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે.પરશોતમદાસ વૈષ્ણવ જ્યારે દેથળી ગામે રસોઈ કામ પુર્ણ કરી પોતાના ઘર સાંચોર જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત જોઈ મદદ કરવા રોકાયા હતા ત્યારે જાણદી પાટિયા પાસે સ્વીફ્ટ કાર માં આવેલાં ચાર ઈસમો એ ગાળો આપી માર મારી તેમના ખિસ્સામાં રહેલાં દોઢ લાખ રૂપિયા ની લુંટ કરી ફરાર થઈ ગયા હતા.લુટ કરનાર ઈસમો માં એક ઈસમ વાતડાઉ ગામ નાં સરપંચ નો પુત્ર હોવાનો રોફ જમાવી ને ધમકી આપી હતી કે પોલીસ ને જાણ કરી તો નહેરમાં નાખી દહીશ આવું કહેતા ગભરાઈ ગયેલા પુરુષોત્તમદાસ બાદ માં થરાદ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી લુંટ અને માર મારી નાસી ગયેલા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version