ઉત્તરપ્રદેશમાં યોગીજીના ભવ્ય જીતના સમાચાર સાંભળતાની સાથે વાવની સામાન્ય પ્રજાએ હર્ષોઉલ્લાસની સાથે ફટાકડા ફોડીને મહારાણા પ્રતાપ ચોકમાં ભવ્ય કાર્યક્રમ કર્યો હતો. કાર્યક્રમમાં હિન્દુત્વ વિચારધારા અને યોગીજીના સમર્થનમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ગામ લોકોનો ઉત્સાહ વધારવા ભારતીય જનતા પાર્ટી, વાવ તાલુકાના ઉપપ્રમુખ પ્રતાપસિંહ રાણાજી વેંઝીયા, ભારતીય કિસાન સંઘ, બનાસકાંઠા જિલ્લાના કોષા અધ્યક્ષ કાનજીભાઈ કે. પટેલ, સીમા જન કલ્યાણ સમિતિ વાવ સહમંત્રી – નરેશકુમાર રાણાજી વેંઝીયા, બજરંગ દળ, વાવમાંથી વિક્રમસિંહ રામજીભાઈ વેંઝીયા, વિશ્વ હિન્દૂ પરિષદમાંથી હરિભાઈ પીતાંબરભાઈ ભાટી, ઈશ્વરભાઈ ચારડીયા, વણાજી ભુરાજી વેંઝીયા હાજર રહ્યા હતા