- ગામ લોકો ને આસ્વથ કરવા ઉકાળા નું આયોજન
- ગળો, ગીલોય,અજમો,તુલસી,અરડૂસી,ગોળ વિગેરે નું મિશ્રણ કરી તૈયાર કરાયો આર્યુવેદિક ઉકાળો
- ગામડા ઓ માં તાવ શરદી અને ખાંસી ના કેશો માં વધારો થતા
સરહદી સુઇગામ તાલુકા ના સોનેથ ગામે હાલમાં ચાલી રહેલી કોરોના ની ભયંકર મહામારી થી રક્ષણ મેળવવા ગામના સેવા ભાવી નાગરિકો દ્રારા તારીખ 1/05/2021 થી 3/05/2021 સુધી સતત ત્રણ દીવસ આર્યુવેદીઁક ઉકાળા નું વિતરણ ગ્રામજનો માં ચાલુ રાખવા સોનેથ પ્રાથમિક શાળામાં રોજ સવારે 7.am થી 9.am સુધી આર્યુવેદિક ઉકાળા ના વિતરણ નું આયોજન કરવામાં આવ્યુ છે,હાલની આ કોરોના ની પરિસ્થિતિ માં આ ઉકાળો એક રામબાણ ઇલાજ છે અને આ ઉકાળો પીવાથી શરીર માં રોગ પ્રતિકારક શક્તિ વધે છે તો ગ્રામજનો એ આ ઉકાળા નો લાભ અવશ્ય લેવો જોઇએ,
આજના આ ઉકાળા વિતરણ નું આયોજન ગામના નાગરિક શ્રી રાજપૂત ગણેશભાઈ,પ્રજાપતિ ઇશ્વરભાઈ એ કર્યું હતુ અને રાજપૂત ભરતભાઇ એ અં ઉકાળો લોકોને આપવા સહયોગ આપ્યો હતો,અને ગ્રામજનો એ પણ આ આર્યુવેદિક ઉકાળા નો લ્હાવો લીધો હતો.