પાલનપુરમાં રહેતો એક યુવક અમીરગઢ સરકારી હોસ્પિટલમાં નોકરી કરે છે. 10 દિવસ અગાઉ એક યુવતીનો તેના મોબાઈલ પર ફોન આવ્યો હતો. જેથી યુવક યુવતીને મળવા પહોંચ્યો હતો. જ્યાં અગાઉથી જ રાહ જોઈને બેઠેલા લોકો લોખંડ ની પાઇપ સહિતના હથિયારો સાથે સાત શખ્સોએ યુવકને બળજબરી પૂર્વક આંખે પટ્ટી બાંધી ગાડીમાં નાખી અપહરણ કર્યું હતું. અપહરણ કરી આ યુવકને દાંતીવાડા ડેમ પર લઈ જઈ માર મારી યુવકોના સમાજની યુવતી સાથે સબંધ રાખે છે તેમ કહી યુવકનો નગ્ન વીડિયો ઉતારી માર માર્યો હતો અને જો કોઈને આ બાબતે કોઈને કહેશે તો તેનો વીડિયો વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છોડી મૂક્યો હતો. ડરના માર્યા આ યુવક કોઈને કહ્યું નહોતું. ત્યારબાદ હવે આર્યન મોદી સાથે બનેલી ઘટના બાદ આ યુવક પણ પોલીસની પાસે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર પશ્ચિમ પોલીસે યુવકની ફરિયાદના આધારે સાત લોકોની શોધખોળ હાથ ધરી છે.