ટાઉન પોલીસ સ્ટેશન માંઅંગ્રેજોનાસમયથી ૧૦૦પોલીસ કર્મીઓનું મહેકમ નક્કી કરવામાં આવ્યું છે આજે મોડાસા નો વિસ્તાર કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે પોલીસ મહેકમમાં વધારો કરાયો નથી આખા શહેરમાં ક્રાઇમ અટકાવવા પોલીસ નો અભાવ છે તેમ છતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની ચાર ગાડીઓ નાઈટ પેટ્રોલીંગ કરી રહી છે હાલમાં મોડાસાની કેટલીક સોસાયટીઓમાં ઉપરાચાપરી ચોરીના બનાવ બનતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પટાંગણમાં દરેક સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં સોસાયટી માં સીસી ટીવી કેમેરા લગાડવા અને ચોકીદારની વ્યવસ્થા રાખવી તેમજ મકાન ભાડું આતો ની પોલીસને યાદી આપવી જેવી બાબતો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી રખડતી ગાયોના ત્રાસ વિશે પિયુષ પટેલે રજૂઆત કરી હતી આ બેઠકમાં ટાઉન પી.આઇ સીપી વાઘેલા મોડાસા રૂરલ પીઆઇ એસ એન પટેલ ઉપસ્થિત રહ્યા હતા સોસાયટીના હોદ્દેદારો ને ચોરી ઓ અટકાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .