
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : દિયોદર (લલિત દરજી)
બનાસકાંઠા જીલ્લા ના દિયોદર તાલુકા નું મખાણું ગામ ની પ્રાથમિક શાળામાં બગ માંનાભાઈ એચ અને કલાભાઈ બગ તરફથી બાળકોને જમાડવામાં આવ્યા હતા મખાણું ગામની પ્રાથમિક શાળાના અંદાજીત ૧૦૦ બાળકો અને મકડાલા ના ઉદયપુર પ્રાથમિક શાળા ના૧૦૦ જેવા બાળકોને ભાવતું ભોજન મીઠાઈ સાક પુરી દાળ ભાત પીરસવામાં આવ્યું હતું .અને બાળકોએ મોટી સંખ્યા માં તિથિભોજન નો લાવો લીધો હતો. આ પ્રસંગે ગામના યુવાન મિત્રો અને શાળાના આચાર્ય શ્રી અને સ્ટાપ ગણોએ પણ સાથે ભોજન લીધું હતું અને યુવાન મિત્રો એ પણ સહયોગ આપ્યો હતો. અને શાળા ના આચાર્ય કૂંપાભાઈ સી પટેલે દાતા શ્રી નો આભાર માન્યો હતો..જે પ્રસંગે તારાભાઈ પટેલ, પાતાભાઈ પવિયા, લલિતભાઈ દરજી,રામચંદભાઈ નાઈ, કલાભાઈ બગ, ભરતભાઇ બગ, મોટી સંખ્યામાં યુવાન મિત્રો હાજર રહ્યા હતા..