લાખણી તાલુકાના કોટડા ગામે 10 જાન્યુઆરી ના રાત્રે બે વાગ્યાના સમયે અજાણ્યા બે તસ્કરોએ વિધવા મહિલાના ઘરને નિશાન બનાવ્યું હતું. જે દરમ્યાન રાત્રે મહિલા જાગી જતાં તસ્કરોએ તેના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ઘરમાંથી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેમાંના મુખ્ય એક આરોપીને પોલીસે બે દિવસમાં જ ઝડપી લીધો હતો જ્યારે ફરાર મુખ્યાસુત્રધાર ને પણ પોલીસે કોટડાથી ઝડપી લીધો હતો.
લાખણી તાલુકાના કોટડા ગામે વિધવા મહિલા રાજેસ્વરીબેન તથા તેમનો દિવ્યાંગ પુત્ર બંને નાની કરિયાણાની દુકાન ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. જેનો ફાયદો ઉઠાવી તેમના ત્યાં 10 જાન્યુઆરીના રાત્રે બે વાગ્યાના સમયે બે અજાણ્યા તસ્કરો ઘરના પાછળના ભાગે રહેલી બારીના છજા ઉપરથી ધાબા ઉપર ચડી ઘરમાં ઉતર્યા હતા. તેમજ ઘરમાં ચોરી કરવાનું ચાલુ કર્યું હતું. જેનો અવાજ સાંભળી જતાં રાજેશ્વરીબેન તસ્કરોનો પ્રતિકાર કરતા તસ્કરોએ ડીસમીસ જેવા તિક્ષ્ણ હથિયારથી તેમના હાથ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતાં તેઓએ બૂમાબૂમ કરી હતી. જેથી આડોશ પાડોશ ના લોકો આવી જતાં તસ્કરો ઘરમાંથી હાથમાં આવેલ ચીજ વસ્તુ તેમજ રાજેશ્વરી બેને પહેરેલા સોનાના દાગીના લઈ ભાગી ગયા હતા. જ્યારે રાજેશ્વરી બેનની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે ડીસા ખાતે પહોચાડ્યા હતા. જે બાબતે પોલીસ સ્ટેશને જાણ કરતાં આગથળા પોલીસે ઘટના સ્થળે નિરીક્ષણ કરી હોસ્પિટલ પહોંચી ફરિયાદ લીધી હતી અને તેના બે દિવસમાં જ 12 જાન્યુઆરીના રોજ ઝડપી લીધો હતો. જ્યારે ફરાર મુખ્યસુત્રધાર અન્ય એક આરોપી અશોકજી ઉર્ફે ચકાજી હિંદુજી ઠાકોરને કોટડા થી 16 જાન્યુઆરી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
કોટડા ગામે વિધવા મહિલાને ગંભીર ઇજા પહોંચાડી ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો
Leave a Comment