અમીરગઢ તાલુકાના કરઝા ગ્રામપંચાયત માં વિકાસ ના કામો માં ગેરરીતિઓ સામે આવતા પંચાયત ની પોલ ખુલી પડી

બનાસકાંઠા ના અમીરગઢ તાલુકાના કરઝા પંચાયતમાં વારંવાર વિકાસ ના કામો મા ગેરરીતિ જોવા મળી રહી છે જ્યારે હલકી ગુણવત્તાનું કામ કરી પંચાયતની પોલ ખોલી દીધી છે કરઝા પંચાયતમાં પરમાર વાસમાં તાજેતરમાં  બનાવેલ પ્રોટકશન દિવાલ  ફાટી  જતા રસ્તામાં ભયનો માહોલ સર્જાય તેમ છે શું અમીરગઢ તાલુકા પંચાયત ઘોર નિંદ્રામાં છે ગામના જાગૃત નાગરિક વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રનું પેટમાં પાણી હલતું નથી પણ  જેમાં  કરઝા ગામથી પરમાર વાસ તરફ જતા રસ્તામાં હલકી ગુણવત્તાનું કામ કરી સરકારના પૈસા ચાંઉ કરવા માટે હલકી ગુણવત્તા નું કામ કરેલ છે અને વારંવાર  ન્યુઝમાં સમાચાર આપેલ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યો છે.

અહીંયા  રસ્તાના કારણે મોટી મુશ્કેલીઓ દરરોજ ભોગવવી પડે છે તેમજ અવર-જવર કરતા લોકોને પણ ભારે તકલીફો ભોગવવી પડે છે ત્યારે કરઝા (જેથી)પંચાયત ના સરપંચ ને વીકાસના જેવા પ્રશ્નોનોનો નિકાલ કરવામાં કોઈ જ રસ ધરાવતા નથી.તેમજ પંચાતમાં સરપંચ નો વહીવટ એમના પતિદેવ કરતા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે જેમાં કરઝા ગામમાં થતા રસ્તાના પ્રશ્નને નિકાલ કરવામાં જરાય રસ  ધરાવતા પંચાયત ને અવળે રવાડે ચડાવી છે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version