બનાસકાંઠા માં વાવ તાલુકા ના જોરડીયાળી ગામે ખેતરે જવા ના રસ્તા પર રખડતા ઢોર ઢાંખર ના આવે તે માટે લોખંડ ના ગેટ બંધ કરવા જતા મારામારી સહીત ની ફરિયાદ માવસરી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી છે.જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર વાવ તાલુકા ના જોરડીયાળી ગામે નાગજીભાઈ મનજીભાઈ પટેલ પોતાના ખેતર તરફ જવાના રસ્તા પર ઢોર ઢાંખર ના આવે તે માટે લોખંડ નો ગેટ થી બંધ કરવા જતા હતા તે દરમિયાન કાશમભાઈ રેહમાનભાઈ કુંભાર બીભત્સ વર્તન કરી ગડદાપાટુ તેમજ છરી વડે માર મારતા બુમાબુમ કરતા ફરિયાદી ના દીકરા વિક્રમભાઈ આવી પહોચતા મારા પિતા ને કેમ મારો છો તેમ કહીને ફરીયાદી ને છોડાવવા જતા બીજા અન્ય નજરભાઈ અસ્માલભાઈ કુંભાર ,અનવરભાઈ લાખાભાઈ કુંભાર આવી પહોચતા ફરિયાદી ના દીકરા ને માર મારતા ત્યાંથી ફરિયાદી અને તેમના પુત્ર ત્યાંથી ભાગી જતા એક આરોપી કહેલુ કે આજે તો બચી ગયા છો પણ લાગ આવશે ત્યારે તમને જાનથી મારી નાખીશું તેમ કહેતા ફરિયાદી અને તેમના પુત્ર સારવાર બાદ માવસરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા માવસરી પોલીસ મથકે ત્રણ લોકો ના વિરોધ માં આઈ.પી.સી કલમ ૩૨૩ ,૩૨૪,૨૯૪બી ,૫૦૬ (૨) , ૧૧૪ મુજબ ની ફરિયાદ નોધી કાર્યવાહી હાથધરી છે