ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ચૂંટણી પ્રચાર દરમિયાન પાકીસ્તાન મામલે એક નિવેદન આપ્યું છે. જે ચર્ચામાં છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ ગુજરાત ચૂંટણીના પ્રચાર માટે અમદાવાદના નરોડા અને દરિયાપુર વિધાનસભા પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી પાકિસ્તાન જાણે છે કે જો તે ભારતમાં 2 બોમ્બ વિસ્ફોટ કરશે તો અહીંથી પાકિસ્તાનમાં 20 બોમ્બ વિસ્ફોટ થશે.
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં માત્ર 7 દિવસ બાકી છે. આ ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ત્યારે અન્ય રાજ્યના દિગ્ગજ બીજેપી નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં ગુજરાતમાં આવી રહ્યા છે.
દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસને ટાંકીને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે દેશમાં લવ જેહાદનો વિરોધ કરવા માટે આખા દેશમાં સમાન કાયદો લાગુ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આજે ભારતમાં એક વર્ગ છે, તે વર્ગની વ્યક્તિને એક સાથે લગ્ન કરવાની સ્વતંત્રતા છે.
સીએમ હિમંતા બિસ્વા સરમાએ યુનિફોર્મ સિવિલ કોડ પર પણ વાત કરતા કહ્યું કે, શું આપણા દેશમાં આવું થઈ શકે? તેમણે કહ્યું કે આ દેશમાં સમાન નાગરિક સંહિતાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે આ કામ માત્ર ભાજપ જ કરી શકે છે.CMએ કહ્યું કે મહિલા સશક્તિકરણનું કામ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કરી શકે છે, તેથી આપણે મોદીને તાકાત આપવી પડશે.