ગુજરાત ની રાજ્ય સરકારે ગૌશાળા પાંજરાપોળોને સહાય પેટે જાહેર કરેલા રૂપિયા 500 કરોડ હજુ સુધી ન ચૂકવતા રાજ્યભરમાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકો તેમજ ગૌ સેવકો છેલ્લા કેટલાય દિવસોથી એકધારો વિરોધ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં સરકાર ટસ થી મસ ન થતા ડીસામાં ગૌ સેવકોએ હવે સરકાર જ્યાં સુધી સહાય ન ચૂકવે ત્યાં સુધી દરરોજ અલગ અલગ કાર્યક્રમો કરવાનું નક્કી કર્યું છે. જેમાં ગઈકાલે ધરણા ભૂખ હડતાલ કર્યા બાદ આજે ગૌ સેવકોએ માથે મુંડન કરાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ડીસામાં 50 થી વધુ ગૌસેવકોએ મુંડન કરાવી ગાય માતા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી આ નિષ્ઠુર સરકારને ગંભીર ચેતવણી આપી છે કે ગૌસેવકોએ ગાયો માટે વાળ આપ્યા છે પરંતુ જો સરકાર નહીં જાગે તો માથા આપતા પણ ખચકાશુ નહી તેમ જણાવી સરકારને જગાડવા પ્રયાસ કર્યો છે. સરકાર જ્યાં સુધી સહાય નહીં ચૂકવે ત્યાં સુધી હજુ પણ અલગ અલગ રીતે અનોખો વિરોધ કાર્યક્રમ કરવામાં આવશે. . .
ડીસામાં ગૌસેવકોએ માથે મુંડન કરાવી અનોખો વિરોધ કર્યો , સરકારને ચેતવણી આપી
Leave a Comment