બનાસકાંઠા જિલ્લાના ડીસા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા તિરંગા યાત્રા નિકાળવામાં આવી હતી જેની અંદર કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.હાર્દિકભાઈ પઢીયાર ના નેતૃત્વમાં અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ રબારી ના માર્ગદર્શન પ્રમાણે ડીસા NSUI દ્વારા ભારત જોડો - તિરંગા યાત્રા યોજવામાં આવેલી જેમાં ડીસાના વિદ્યાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા અને જિલ્લાની સૌથી મોટી વિદ્યાર્થી સંગઠનની રેલી બની. તેમજ ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ રબારી થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભારતીય, પાલનપુર નગપાલિકાના વિરોધ પક્ષના નેતા અંકિતાબેન ઠાકોર, ગુજરાત યુવા કોંગ્રેસના મહામંત્રી જયેશભાઈ કરમટા, NSUI ના ભાવેશભાઈ ચૌધરી, મહેન્દ્ર ચૌધરી, અજય રોહિત, કિશોર પુરોહિત, નરેન્દ્રસિંહ ચૌહાણ, જગતસિંહ વાઘેલા, સાજીદ મલેક, નાવેદ કુરેશી, ભૂપેન્દ્ર માઢવી સહિતના જિલ્લા NSUI ના આગેવાનો હાજર રહ્યા હતા.
ડીસામાં બગીચા સર્કલ થઈ નવા બસ સ્ટેશન સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
Leave a Comment