ડીસામાં જગન્નાથની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી

આજે અષાઢી બીજ છે અને દેશભરમાં આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યા પર નીકળ્યા હતા.ત્યારે ડીસામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુભાષ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા નીકળવામાં આવી હતી. ડીસા શહેરમાં છેલ્લા ૨૪ વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવામાં આવે છે. ત્યારે આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારાડીસાના રામજી મંદિરથી નીકળેલી ભગવાન જગન્નાથની ૨૪ મી રથયાત્રા ધામધૂમ પૂર્વક નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.શહેરના પ્રાચીન રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા રિસાલા મંદિરથી એસ.સી.ડબલ્યુ. ચાર રસ્તા, અંબિકા ચોક થઈ ભગવાનના મોસાળ ગયા બાદ વિશ્રામ કરીને સાઈબાબા મંદિર પહોંચી હતી. જ્યાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા નિયત રુટ પર આગળ વધી હતી. ત્યારબાદ ફુવારા સર્કલ પહોંચી હતી. અને ત્યારબાદ નિજ મંદિર પરત ફરી હતી.. આ શોભાયાત્રામાં લાઈવ ડી.જે., ઘોડા, ઊંટલારીઓ, આનંદ ગરબા મંડળીઑ, ભજન મંડળીઓ, અખાડાઑ, સહિત વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *