બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના દેઢા ગામમાં લગ્ન પ્રસંગના રસોડામાં ગેસનો બાટલો ફાટ્યો હતો. આ દુર્ઘટનામાં 1 નું મોત થયું હતું અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. લગ્ન પ્રસંગ માટે રસોઈ બની રહી હતી તે સમયે આ દુર્ઘટના બની હતી. જેમાં 55 વર્ષીય કનુભાઈ પ્રજાપતિનું મોત થયું હતું. હાલમાં ૩ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે આયુષ હોસ્પિટલ ધાનેરા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
રિપોર્ટર : આર.કે.જોષી ધાનેરા