છેલ્લા 25 વર્ષથી ગુજરાતી કંસારા જ્ઞાતિની શાંતિપૂર્વક ઓબીસીમાં સમાવવા માટે રજૂઆત કરતી આવી છે અને વખતોવખત સરકારના નિયમો અનુસાર કંસારા જ્ઞાતિનું સર્વેનું કામ પણ obc પંચ દ્વારા કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી પંચ દ્વારા ભલામણ રિપોર્ટ સરકારને સુપ્રત કરવામાં આવેલ નથી.ગુજરાતમાં વસતા કંસારા, કહેશ અને તાંબકાર જ્ઞાતિ તરીકે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ યાદીમાં વર્ષોથી સમાવેશ છે અને ગુજરાતમાં ઓબીસીમાં સમાવેશ કરવા છેલ્લા ૨૦ વર્ષથી ઓબીસી પંચ સર્વેની કામગીરી કરી રહી છે પરંતુ હજુ સુધી ગુજરાતમાં કંસારા જ્ઞાતિ વાસ્તવિક રીતે પછાત વાંચતા છેલ્લા ૨૦ વર્ષથી ઓબીસી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓને અનામતનો લાભ ન મળતાં નાણાકીય સવલતોના અભાવે અભ્યાસ અધૂરો મુકવાની ફરજ પડે છે કંસારા જ્ઞાતિ તેનો પારંપરિક વાસણો બનાવવા નો વ્યવસાય ગુમાવી ચૂકી છે. અને છેલ્લા બે દાયકાથી સ્ટીલના વાસણોનો ચલણ વધતા વ્યવસાય ખોરવાઈ ગયો છે. જેથી કંસારા જ્ઞાતિના લોકોને નાછૂટકે ખાનગી નોકરી કરી અને છૂટક મજૂરી ઓ પર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે ત્યારે આ બાબતે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કંસારા સમાજના લોકોને obc જ્ઞાતિમાં સ્થાન આપવામાં આવે તે માટે આજે ડીસા કંસારા સમાજ ના આગેવાનો દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું