બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વાત કરાય તો દાંતા તાલુકાનું વડુમથક દાંતા અને દાંતા નજીક હરિવાવ ઘાટી પાસે દાંતાના સ્વ.જયંતીભાઈ ઠાકોરની હત્યા કરી લાશને રસ્તા વચ્ચે ફેંકી દેવામાં આવી હતી લાસ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં હત્યા કરનાર આરોપીની પોલીસે અટકાયત કરી હતી ચોક્કસથી કહી શકાય કે આ હત્યા બાદ હિન્દુ સમાજમાં રોશની લાગણી ભભૂકી ઉઠી હતી જેને લઇ આજે મંગળવારના રોજ હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં દાંતા ખાતે એકઠા થયા હતા અને દાંતાનું બજાર વેપારીઓએ બંધ રાખી સ્વ.જયંતીભાઈ ઠાકોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી સાથે જ વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો એકઠા થયા હતા અને આઝાદ ચોક ખાતેથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી અને આવેદનપત્ર પાઠવ્યું હતું

વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં આ રેલી માં જોડાયા હતા અને હિન્દુ સમાજના આગેવાનોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કોઈ એક વ્યક્તિનું કામ ન હોઈ શકે આ ઘાતક હત્યા પાછળ જે લોકો સંડોળાયેલા છે તેમને બહાર કાઢવામાં આવે અને તેમને પણ કડક સજા કરવામાં આવે સાથે જ આ હત્યા કરનાર જેની પોલીસે અટકાયત કરી છે તેને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી અને જો હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા નહીં અપાય તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી દાંતા ખાતે બનેલ હત્યાના બનાવ બાદ હિન્દુ સમાજ આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો જ્યારે સર્વે હિન્દુ સમાજના લોકો દાંતા ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ અને વિશાળ રેલી નીકાળી હતી અને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી
જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રીએ પણ જણાવ્યું હતું કે અમે શાંત સ્વરૂપે રેલી નીકાળી છે અમે કાયદામાં માનનાર લોકો છીએ ત્યાં સુધી ઠીક છે જો તંત્ર હિન્દુ સમાજને સહયોગ નહીં આપે તો આગામી દિવસોમાં આક્રમક રૂપ દેખાડવાની પણ તૈયારી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ દર્શાવી હતી…