બનાસકાંઠામાં ડીસા તાલુકા ના ભીલડીમાં રાજસ્થાનની ટીમે ભ્રૂણ જાતિ પરીક્ષણ કરતાં તબીબને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.જેમાં ડીકોય ગોઠવી તબીબ ને ભ્રૂણ જાતિ પરીક્ષણ કરતાં ઝડપી પાડ્યા છે. જ્યારે સોનોગ્રાફી મશીન પણ સીલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનની પી.સી.પી.એન.ડી.ટી.ની ટીમને રેવદર જીલ્લામાં શિરોહીમાં રહેતી જમનાદેવી નામની મહીલા ભ્રૂણ જાતિ પરીક્ષણ કરાવતી હોવાની માહિતી મળતા જ ખાનગી રાહે તપાસ કરી ડીકોય ગોઠવી હતી. જેમાં ડીકોયના ભાગરૂપે એક ગર્ભવતી મહીલાને તેની પાસે પરીક્ષણ કરાવવા માટે મોકલી હતી. જેથી જમનાદેવીએ આ ગર્ભવતી મહીલાને રેવદરથી 100 કિલોમીટર દૂર ડીસા નજીક ભીલડીમાં ડો. કે.બી.પરમાર પાસે લઇને આવી હતી.જ્યાં તબીબે ગર્ભવતી મહીલા પાસેથી ભ્રણ જાતિ પરીક્ષણ કરવાના રૂ. 40,000 અને મહીલા દલાલ જમનાદેવીને 3, 10,000 લાલીના લીધા હતા. ત્યારબાદ સૌનોંગ્રાફી કરી સગાં મહાને છોકરો હોવાનું જણાવ્યું હતું તે દરમિયાન પી.સી.પી.એન.ડી.ટી. ની ટીમને સંકેત મળતાં તરત જ હોસ્પિટલમા દરોડો પાડયો હતો અને ભ્રૂણ જાતિ પરીક્ષણ કરતા તબીબ કે.બી.પરમાર અને દલાલ મહીલા જમનાદેવીની અટકાયત કરી હતી,સાથે જ સોનોગ્રાફી મશીન સીલ કર્યુ હતું. આ અંગે પ્રાથમિક પૂછપરછ કરતાં આ તીબ અગાઉ પણ ભ્રૂણ જાતિ પરીક્ષણ કરતાં ઝડપાઇ ચૂક્યો હોવા છતાં પણ તેને આ પ્રવૃત્તિ બંધ કરી ન હતી અને કરી રાજસ્થાનની ટીમના હાથે ઝડપાઇ ગયો છે.
ડીસા તાલુકા ના ભીલડીમાં રાજસ્થાનની ટીમે ભ્રૂણ જાતિ પરીક્ષણ કરતાં તબીબને રંગે હાથે ઝડપી પાડી ,સોનોગ્રાફી મશીન સીલ કરાયા

Leave a Comment