દાંતા તાલુકાના ભેમાળ ગામે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે દાંતા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી અને વહીવટી અધિકારીઓ પણ ગામમાં પહોંચી ગયા હતા. ભેમાલ ગામની વચ્ચે સરકારી જગ્યા કે, જે શાળા માટે ખુલ્લી રાખવાની હતી. તે જગ્યા પર માથાભારે વ્યક્તિએ દબાણ કરેલું હતું. ગામના સરપંચે જણાવ્યું હતું કે, દબાણદારે રાહત સહાયના ચાર પ્લોટ જે તે માલિકને ધમકી આપીને પોતાના નામે કરાવી લીધી હતી અને આ રાહતના પ્લોટ ઘણે દૂર ગામથી હોય તેને ગામની વચ્ચે કે, જે સ્થળે તેને દબાણ કર્યું હતું. તે જગ્યા પર રાહતના પ્લોટનો દસ્તાવેજ લોકોને બતાવતો હતો.
આ બાબતની ગંભીરતા સમજીને ગામના સરપંચ દ્વારા દબાણદારને દબાણ દૂર કરવા માટે વારંવાર સમજાવવામાં આવ્યો હતો અને છેલ્લે નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયતની દબાણ ટીમ દ્વારા સરપંચ તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરીને આજરોજ શાળાનું દબાણ ખુલ્લું કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને બોલાવવામાં આવી હતી. દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેસીબી દ્વારા જે શાળા માટેનો જે પ્લોટ હતો. તે તમામ જગ્યાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ભેમાળ ગામે દબાણ હટાવવા બાબતે ભારે હલ્લાબોલ થતાં ઘટના સ્થળે હાજર દાંતા પોલીસે વધુ પોલીસ કાફલો વડગામ અને અંબાજીથી બોલાવ્યો હતો. ત્યારે સ્થિતિ નિયંત્રણમાં આવતા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આયું હતું.