બનાસકાંઠા ના દાંતા પંથક માં જીવના જોખમે બાળકો મુસાફરી કરતા બાળકો નો વિડીયો વાયરલ થયો છે.વિડીયો માં દેખાતા દ્રશ્યો જેમાં બાળકો ને ઘેટા -બકરાની જેમ ટ્રેક્ટરમાં ભરી બાળકોને લઈ જવામાં આવી રહ્યા છે .ત્યારે નાના નાના ફુલકાઓને કોઈપણ સુરક્ષા વગર ટ્રેક્ટરમાં ઘેટા બકરાની જેમ ભરી લઈ જતા લોકોમાં રોષની લાગણી પ્રવર્તી છે ત્યારે આ વિડીયો દાંતા થી હડાદ ખાતે વિજ્ઞાન મેળામાં બાળકોને ટ્રેક્ટરમાં ભરી લઈ જતા હોવાનો વિડીયો સામે આવતા શાળાના શિક્ષકો અને સ્ટાફ સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય કે કોઈ હોનારત બને તો તેનો જવાબદાર કોણ ? જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારેજીલ્લા શિક્ષણ અધિકારીઓ જરા દાંતા વિસ્તારમાં નજર નાખે તેવી લોકમાંગ છે અને કાયદાના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે