બનાસકાંઠા જિલ્લો ભલે રણની કાંધી અડીને આવેલો જિલ્લો હોય પરંતુ ઓછા પાણી માં સૌથી વધુ ફળદ્રુપ ખેતી કઈ રીતે કરી શકાય તે પણ બનાસકાંઠા જિલ્લાના લોકો સારી રીતે જાણે છે. રસણા ગામના ખેડૂત અને લાખણીના સાણીયાળી પુરા વિસ્તારના એક શિક્ષકે ફરજ બજાવતા ભગવાનભાઈ દેસાઈએ પોતાના ખેતરમાં ત્રણ વીઘાની અંદર 15 જેટલા ઈન્ટર ક્રોપ પાકનું વાવેતર કરી ખેતીમાં કાઠું કાઢ્યું છે. આમ તો ખેડૂતો પોતાના ખેતરમાં બે-ચાર ઈન્ટર ક્રોપ પાકનું વાવેતર કરતા હોય છે પરંતુ આ શિક્ષકે 13 પ્રકારના ઇન્ટર પાકનું વાવેતર કર્યું છે. જોકે આ શિક્ષક દેસાઈ ભગવાન ભાઈ અઢીથી ત્રણ વર્ષ જેટલા kvk કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ટચમાં રહી ત્રણ વિઘામા એટીએમ ફૂડ ક્રોપનું વાવેતર કરેલુ છે છેલ્લા 6 મહિના પહેલા વાવેતર કર્યું હતું અત્યારે તેમાંથી ઈન્ટર કોપિંગ પણ લઈ લેશે જેમાં તમને છેલ્લા ચોમાસામાં સિત્તેર હજાર આજુબાજુ ઇન્ટર કોપીગ તરીકે મગફળી પણ લીધી હતી અત્યારે તમને ઘઉં અને તમાકુનું વાવેતર પણ કર્યું છે જોકે આ ખેડૂતે ખેતરમાં વાવેલા ફ્રૂટ ક્રોપિંગ ભવિષ્યમાં પાણીના પ્રશ્ને બનશે તો ઓછા પાણીએ પણ આમ દણી પોતાની ચાલુ રહેશે તેવી આશા વ્યક્ત કરી છે ખેડૂતો ભગવાનભાઈ દેખાઈએ ત્રણ વીઘામાં આંબાના 150 છોડ, ચીકુના 15 છોડ, ખારેકના 15 છોડ, તાઇવાન પિન્ક જામફળના 60 છોડ, અંજીરના 20 છોડ, મોસંબીના 15 છોડ, સંતરાના 15 છોડ, લીંબુના 15 છોડ, સીતાફળના 20 છોડ, ફાલસાના 50 છોડ, અંબળાના 10 છોડ, ડ્રેગનફ્રુડના 20 છોડ, કેળના 20 છોડ, સરગવાના 20 છોડ, પપૈયાના 20 છોડ, જેવા પંદર અલગ અલગ પ્રકાર ના છોડનું વાવેતર કર્યું છે જેમાં ખેડૂતને કુલ અંદાજિત 1 લાખ જેવો ખર્ચ થયો છે જોકે આ ખેડૂતોને આવનાર સમયમાં વર્ષે અંદાજિત પાંચ લાખથી વધુ આવક મેળવશે તેવી આશા બાંધી