યે હૈ ન્યુઝ ઇન્ડિયા :બનાસકાંઠા
બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુરમાં અને વેપારી મથક ડીસામાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. જ્યારે આજે બનાસકાંઠામાં કોરોના કેસનો રાફડો ફાટયો હતો.આજે બુધવારના રોજ બનાસકાંઠામાં કુલ 46 કેસ પોઝિટિવ નોંધાયા છે.જેમાંથી 24 કેસ પાલનપુર,21કેસ ડીસામાં અને 01 કેસ વડગામમાં નોંધાયો છે.
પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડેન્ટ ડોક્ટર સુનીલ જોષીના જણાવ્યા અનુસાર અત્યારે કુલ દર્દીઓ 64 પેકી ૪૫ દર્દીઓ પોઝિટીવ છે. જ્યારે 18 દર્દીઓ શંકાસ્પદ છે.20 દર્દીઓ ઓક્સિજન સાથે અને 06 દર્દી બાયપેપ પર છે. 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું છે.જ્યારે આજે 13 દર્દીઓને નવા એડમીટ કરવામાં આવ્યા છે.આમ જોવા જઈએ તો બનાસકાંઠા માં સ્થિત નબળી થતી જાય છે અંતે લોકોને સમજવાની અને તકેદારી રાખવાની જરૂર છે અને લોકો માસ્ક અને સામાજિક અંતર રાખે તેવી સરકાર પ્રયત્ન કરી રહી છે અને આપણે પણ કરવી પડશે ….