છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા આ વર્ષે ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ખાસ ખુશી જોવા મળી રહી છે ત્યારે ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવા દોરી સન્માન ત્રણેય જળાશયો પાણી વગર કોરા ધાકોર પડ્યા હતા. ત્યારે આ વર્ષે બનાસ નદીમાં નવા નીર આવે તેવી ભગવાન પાસે લોકો પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે નદીમાં પાણીની આવક વધતા દાંતીવાડા ડેમમાં પણ પાણી ની આવવાની આશા ખેડૂતોને બંધાઈ છે વરસાદની અછત વચ્ચે બનાસ નદીમાં નવા નિર આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ બનાસ નદી બે કાંઠે વહેતી થતા લોકો પણ બનાસ નદીને જોવા માટે ઉમટી પડ્યા હતા અને બનાસ નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આવતા સ્થાનિક લોકો પણ નવા નીરને વધાવી લીધા હતા અને હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડે અને નદી બંને કાંઠે વહેતી થાય અને દાંતીવાડા પાણીથી ભરાય તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે