વડોદરામાં જંગી સભાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. ત્રણેય સભામાં વડાપ્રધાને ફરી જૂનો નારો લોકોને યાદ કરાવ્યો હતો તેમણે કહ્યું અબ કી બાર લોકોએ સામેથી કહ્યું મોદી સરકાર…
પીએમ મોદીએ કહ્યું કે, કોઈ સરકારને ફરી બેસાડવા માટે જનતાનો અતૂટ વિશ્વાસ અને તેનું માધ્યમ છે વિકાસ. અખંડ એકધારો વિકાસ અને તેનું જ પરીણામ છે કે નિરંતર આશીર્વાદની વર્ષા ચાલી રહી છે. તેમણે કહ્યું કે, ગુજરાત ક્યાં કશું પણ પાછળ ના હોય તેવું વિકસિત ગુજરાત જોઈએ છે. આ વિકસિત ગુજરાત નાગરીકો જ બનાવશે. તમારા વોટની તાકાત અને સામર્થ્ય એ વિકસિત ગુજરાત બનાવશે.
ગુજરાતમાં માતા, બહેનો માટે સુખ શાંતિનું વાતાવરણ નાની વાત નથી. પ્રથમ વખત ગુજરાતમાં જે આવે અને બહાર નિકળે ત્યારે દિકરીઓ 11 કે 12 વાગે બહાર નિકળે તો નવાઈ લાગે. વિદેશથી લોકો આ વખતે વડોદરા ગરબા જોવા માટે આવ્યા ત્યારે પરંપરા, માન સમ્માન જોઈ તેવો અચરજ પામતા હોય છે.
અહીં લોકો રાત્રે 11 વાગ્યા સુધી પરીવાર સાથે બહાર બેઠા હોય છે. લોકો સોશિયલ મીડિયામાં આ ફોટો જોઈને કહે છે કે, હિન્દુસ્તાનના ખૂણે ખૂણે આવી સ્થિતિ હોય. આજે યુવાનોની પેઢી આજે જોઈને નક્કી નહીં કરી શકે. કરફ્યુ જાણે છેડે બાંધ્યો હોય તેવી સ્થિતિ હતી. આ પહેલા કોંગ્રેસના જમાનાની રાજનિતી હતી. એના કારણે અશાંતિ, ઉચાટ, ભય આ બધી બાબતો વિકાસ માટે અવરોધક હોય છે. આપણે શરુઆતમાં જ આંખ એવી લાલ કરી હતી. આ બધી વાતો એટલા માટે કેમ કે, કેવી દુર્દશામાં ગુજરાત હતું. કાનુન વ્યવસ્થાને લઈને કોઈ સબંધ નહોતો. પોરબંદરમાં બોર્ડ લગાવાતું હતું કે, અહીંથી ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની હદ પુરી થાય છે. ત્યાંની જેલોનો તાળું મારવું પાડતું હતું. ભાજપે ઔધોગિત વિકાસ માટે વાતાવરણ બનાવ્યું હતું. ગુજરાતને તેનો લાભ મળ્યો.
ગયા બે દશકમાં અને 20 વર્ષમાં સ્થિતિ બદલાઈ. ગુજરાતમાં 20 કુલ જીએસડીપી 1 લાખ આસપાસ હતું અને આજે 17 લાખ આસપાસ છે. 20 વર્ષ પહેલા ગુજરાતના બજેટનો આકાર 30થી 35 હજાર કરોડ હતો જે આજે 2.5 લાખ આસપાસ પહોંચી ગયો છે. ઓટો, પેટ્રો, ફાર્મા, કેમિકલ હબ અને મેક ઈન ઈન્ડિયાનું મહત્વનું મથક બની ગયું છે. ભાજપે પારંપારીક ઉદ્યોગો માટે કદમ ઉઠાવ્યા. 10 વર્ષમાં ગુજરાતમાં મેન્યુફેક્ચરીંગ વિકાસનો દર 300 કરોડ કરતા વધારે છે. 60 હજાર કરતા વધુ લઘુ ઉદ્યોગો કામ કરી રહ્યા છે તેમ પીએમ મોદીએ કહ્યું હતું.