દેશમાં ભાદરવા સુદ -ચોથ ને ભગવાન ગણેશ નો જન્મદિન નિમિત્તે ગણેશ ચતુર્થી ઉજવાય છે,બનાસકાંઠા ના ધાનેરામાં પણ સોસાયટીમાં અને શેરી મહોલ્લામાં પણ મોટા ધામધૂમથી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ હતી.,જે દસ દિવસસુધી આરતી અને પૂજા ભક્તો દ્વારા કરવામાં આવી હતી આજે ધાનેરામાં બે -સોસાયટી નાં ભક્તો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ સ્થળથી ગામમાં ગણેશજીની શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી અને” અગલે વરશ જલ્દી આના “અને “ગણપતિ બાપા મોરિયા ” નાં નાદ થી ભક્તો મા આનંદ જોવા મળ્યો હતો અંતે મામા બાપજી મંદિરના તળાવ ખાતે મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યુ હતું.