મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાની છુ: સાંસદ ગેનીબેન ઠાકોર

તાજેતર માં યોજાયેલી  લોકસભા ની ચૂંટણી માં વિજેતા બનેલા કોંગ્રેસ ના સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના મત વિસ્તાર એવા વાવ બેઠક ના વાવ ભાભર સુઈગામ ના મતદારો મિત્રો નો આભાર માનવા તેમજ પોતે વિજય બનતા મતદારોને આપેલ વચન મુજબ માતર ખવરાવા માટે આજરોજ તારીખ ૨૪ ઓગસ્ટ શનિવાર ના રોજ સવારના ૧૧ કલાકે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને આભાર દર્શન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.

તાજેતર માં યોજાયેલી  લોકસભા ની ચૂંટણી માં વિજેતા બનેલા કોંગ્રેસ ના સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના મત વિસ્તાર એવા વાવ બેઠક ના વાવ ભાભર સુઈગામ ના મતદારો મિત્રો નો આભાર માનવા તેમજ પોતે વિજય બનતા મતદારોને આપેલ વચન મુજબ માતર ખવરાવા માટે આજરોજ તારીખ ૨૪ ઓગસ્ટ શનિવાર ના રોજ સવારના ૧૧ કલાકે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને આભાર દર્શન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.

જેમાં વાવ કુળદેવી હોટેલ થી વાવ લોકનીકેતન હોસ્ટેલ સુધી હજારો ની સંક્યા માં બાઈક રેલી યોજી હતી.જેમાં લોકનીકેતન હોસ્ટેલ પહોચી સૌ પ્રથમ ગાય માતા ની પૂજા કરી મામેરા ની માતર પીતલ ધડો ભરી ને સભા સ્થળે પહોચ્યા હતા.જ્યાં હજારો ની જનમેદની ઉમટી પડતા ગેનીબેન ઠાકોરે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડરો મત ડરાવો મત આ ભૂમિ ધરણીધર ની છે.લાખાપીર દાદા ની ભૂમિ છે કે જેને ગાયો ની રક્ષા કરવા માટે શહીદી વહોરી હોય તેવા શહીદો ના વાવ વિસ્તાર માં પાળિયા છે.જોકે આ વિસ્તારના લોકો એ ૨૦૧૭ માં વોટ નું મામેરું માગ્યું હતું.અને મામેરું ભર્યું હતું.

રાજકીય ધણી બધા ઉથલ પાથલ થયુ મીડિયા તેમજ ભાજપ વાળા બધાય વગોણા ચાલુ રાખ્યા કે ગેનીબેન રાજીનામું આપશેઅને તે ટાઈમે મેં કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિ માં જ્યારે બહેન દીકરી મામેરું માગી ને સભા સ્થાને આવે ને ત્યારેમામેરા ની કિંમત શું છે .સંસ્કૃતિ શું છે.તે હું ભલી ભાતે જાણું છું.હું જિંદગીભર વાવ વિધાનસભા ના મતદારો નો વેપાર ન થાય તે માટે મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવા ની છુ.તમારે કોઈ ચિંતા કરવાની જરુર નથી.

વધુ માં સભાબાદ મીડિયા સાથેની વાતચીત માં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વરસતા વરસાદમાં પણ તમે લોકો આ સભા માં હાજર રહ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.વધુ માં આ તેજ વિસ્તાર છે જેને ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય તરીકે ચુંટણી લડ્યા.અને આજે સાંસદ માં આપડે સૌ નો અવાજ બન્યા છે.ભારતીય જનતા પાર્ટી ની સરકાર સ્થાનિક પ્રશ્નો ની અન્દેખી કરે છે.વિસ્તાર ના પાણી ના પ્રશ્નો તેમજ પશુપાલકો તેમજ ખેડૂતો ને એમ.એસ.પી જેવા રાયડુ જીરું કે એરંડા કે જે આવિસ્તાર માં થાય છે.જેવા વિવિધ પ્રશ્નો નો આક્રોશ છેજે લોકો નો આવાજ બની કામ કરશે તેમ જણાવ્યું હતું. વધુ માં આ પ્રેમ નું પ્રદર્શન છે અમે લોકો માટે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું તેમ જણાવ્યું હતું.

આજ ના આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ,ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ,અમિત ચાવડા ,કાંકરેજ ના ધારસભ્ય અમૃતજી ઠાકોર તેમજ.રાજુભાઈ જોષી ,સુરેશભાઈ ત્રિવેદી,ઠાકરસિંહ રબારી ,ગુલાબસિંહ રાજપૂત ,કેપી ગઢવી સહીત વાવ સુઈગામ તેમજ ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિઓ ના હોદેદારો કાર્યકર્તાઓ સહીત હજારો ની સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version