મને નથી લાગતુ કે દિનેશ કાર્તિક ટી-20 વર્લ્ડકપ પછી રમશે, ક્રિકેટરના ભવિષ્ય પર સવાલ ઉભા થયા

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને લઇને પૂર્વ પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરિયાએ પ્રતિક્રિયા આપી છે. દિનેશ કનેરિયાએ કહ્યુ કે દિનેશ કાર્તિક એશિયા કપ પછી ભારતીય ટીમ માટે નહી રમે. કનેરિયા અનુસાર જો દિનેશ કાર્તિક એશિયા કપમાં સારૂ પ્રદર્શન કરે છે ત્યારે પણ તે ટી-20 વર્લ્ડકપ તેની અંતિમ ટૂર્નામેન્ટ હશે.દિનેશ કાર્તિકે આઇપીએલ 2022માં ફિનિશરની શાનદાર ભૂમિકા નીભાવી હતી. આરસીબી તરફથી રમતા તેને કેટલાક મુકાબલામાં આક્રમક બેટિંગ કરી હતી અને ટીમને મેચ જીતાડી હતી. આ પ્રદર્શનના દમ પર તેણે નેશનલ ટીમમાં વાપસી કરી હતી. 37 વર્ષના દિનેશ કાર્તિકે ત્રણ વર્ષ પછી ભારતીય ટીમમાં વાપસી કરી છે. દિનેશ કાર્તિકને ભારતીય ટીમમાં ફિનિશરની ભૂમિકા આપવામાં આવી છે અને એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપમાં પણ તે આ રોલમાં જોવા મળશે.

દિનેશ કાર્તિકનો આ અંતિમ વર્લ્ડકપ હશે- દાનિશ કનેરિયા

દાનિશ કનેરિયા અનુસાર ટી-20 વર્લ્ડકપ 2022 દિનેશ કાર્તિક માટે અંતિમ ટૂર્નામેન્ટ હોઇ શકે છે, તેણે પોતાની યૂ-ટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન કહ્યુ, મને નથી લાગતુ કે ટી-20 વર્લ્ડકપ બાદ પણ દિનેશ કાર્તિક રમવાનું ચાલુ રાખશે. આ એશિયા કપમાં તેણે આ સુનિશ્ચિત કરવુ પડશે કે તેની પસંદગી ટી-20 વર્લ્ડકપ માટે થાય, તેનું ફોર્મ, ફિટનેસ અને રમતને તે કઇ રીતે ફિનિશ કરે છે, તેની પર તમામની નજર રહેશે. ભારત પાસે હાર્દિક પંડયાના રૂપમાં પણ એક હિટર છે. એવામાં જો દિનેશ કાર્તિક એશિયા કપમાં સારૂ પ્રદર્શન કરે છે તો પછી ટી-20 વર્લ્ડકપ તેની અંતિમ ટૂર્નામેન્ટ હશે.મહત્વપૂર્ણ છે કે દિનેશ કાર્તિકનું તાજેતરનું પ્રદર્શન સારૂ રહ્યુ છે અને તે ટી-20 વર્લ્ડકપમાં પણ સારૂ પ્રદર્શન કરીને ટીમને ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરશે. દિનેશ કાર્તિકે 47 ટી-20 મેચ રમી છે જેમાં તેને 591 રન બનાવ્યા છે. 55 રન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version