કાંકરેજ: નર્મદા મુખ્ય કેનાલમાં દિન પ્રતિ દિન ડૂબવાના બનાવ સામે આવતા હોય છે ત્યારે નર્મદા કેનાલ મોતની કેનાલ સાબિત થઈ રહી છે ત્યારે આજ રોજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર પાસે ફરી એકવાર ડૂબવાના બનાવ સામે આવ્યો છે
કાકરેજ તાલુકાના રાણપુર ખાતે આવેલી નર્મદા મુખ્ય કેનાલમાં અસ્થિર મગજના કારણે પહેલા પતિ અને ત્યારબાદ પત્ની નર્મદાની મુખ્ય કેનાલમાં ઝપલાવ્યું હતું બંને જણ કેનાલમાં ઝપલાવતા સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકો દ્વારા નર્મદાની કેનાલમાં સોધ ખોળ હાથ ધરવામાં આવી હતી
ભારે જહેમત બાદ શોધ ખોળ કર્યા બાદ બંને મૃતદેહો કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા પતિ પત્ની કાંકરેજ ના રાણકપુર ગામના મહાવીરસિંહ (ચકુભા) હવુભા વાઘેલા આશરે ઉંમર વર્ષ 28, સોનલબા મહાવીરસિંહ ( ચકુભા) વાઘેલા આશરે ઉંમર વર્ષ 24 હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ ઘટના ની જાન થતાં કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઘટના સ્થળે થરા પોલીસ પણ આવી પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
ત્યારે મૃતદેહોને બહાર કાઢી તેમના વાલી વારસા દ્વારા પોતાના ઘરે લઈ જવામાં આવ્યા હતા અને બંને પતી પત્નીના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે બન્ને જણની એકી સાથે પાલખી નિકળી હતી જેમાં રાણકપુર ગામ માં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી જેમાં મૃતકોને એકેય બાળક નથી પરંતુ એમની માતાનું અવસાન થયેલ છે અને એમના પરીવાર માં પિતા અને એક નાનો ભાઈ છે ભાઈ ને પણ મગજની દવા ચાલુ છે છેલ્લા બે વર્ષથી, જોકે હવે અસ્થિર મગજની દવા ના કારણે પતીને બચાવવા જતાં પત્ની પણ મોતને ભેટી જોકે સમગ્ર ઘટના અંગે ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે