- ધટના સ્થળે પશુ વિભાગ ના ડોક્ટર તેમજ ગામ લોકો દોડી આવ્યા
- વાવ ના ચાંદરવા ગામે બની ધટના
- ઝેરી ખોરાકી ધાસ ની અસર થતા ૨૪ ગાયો ના પગલે સમગ્ર ગામ માં માતમ છવાયો
- મૃતક ગાયો નું ગ્રામજનો દ્વારા દફન વિધિ હાથ ધરવામાં આવી ..
- એકી સાથે ૨૪ ગાયો ના મોત તથા ગાય ના માલિક હાલત કફોડી …

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ (કલાલ )
બનાસકાંઠા ના સરહદી વાવ પંથક માં કમ કમાટી ભર્યા સામચાર જોવા મળ્યા છે જેમાં વાવ તાલુકા ના ચાંદરવા ગામે એકી સાથે ૨૪ ગાયો ના મૃત્યુ થી સરહદી પંથક માં અરેરાટી ભર્યા દર્શ્યો જોવા મળ્યા છે જેમાં ચાંદરવા ગામ લોકો દ્વારા જાણવામાં આવ્યું કે સીમ માં ગાયો ધાસ ચારવા જતી હોય છે જેમાં બપોર ના ટાઈમે આચાનક ખોરાકી ઝેર ની અસર થી ગાયો તડફતી જોઈ ગામ લોકો એ પશુ ડોકટર ને ફોન કરી જાણ કરવામાં આવી ત્યારબાદ તાત્કાલિક ધોરણે વાવ ના પશુ દવાખાના વેટનરી ડોક્ટર ગોવિન્દરામ જોષી ધટના સ્થળે પહોચી ગાયો ની સારવાર શરુ કરી હતી પરંતુ સારવાર ના પગલે ૨૬ ગાયો ના મોત નીપજ્યા હતા અને ૧૦ ગાયો બચાવી લેવામાં આવી છે મૃતક ગાયો નું ગ્રામજનો અને તેના માલિક દ્વારા દફન વિધિ હાથ ધરવામાં આવી જેમાં જાણવા મળતી માહિતી અનુસાર રામજીભાઈ ગણેશભાઈ રબારી ૨૪ ગાયો ના મૃત્યુ થી ગાયો ના માલિક ની હાલત કફોડી બની જેમાં ગાયો ના માલિક દ્વારા જણાવામાં આવ્યું કે દૂધ એ અમારો પ્રાથમિક ધંધો હતો જેથી ગાયો ના મોત થી પોતાની રોજી-રોટી માટે કપરી પરિસ્થિતિ સામનો કરવો પડશે
શું કહે છે વેટનરી ડોક્ટર?
વાવ ના ચાંદરવા ગામે ખોરાકી ઝેર ની અસર થી ૨૪ ગાયો ના મોત જાણ થતા અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ વાવ ના પશુ દવાખાના ની મુલાકાત લીધી હતી સાથે ડોક્ટર ગોવિન્દરામ જોષી સાથે વાત ચિત કરી હતી અને વાતચીત માં જણાવ્યું જેમાં પ્રાથમિક તપાસ માં ખોરાકી ઝેર થી ગાયો ના મોત થયા હોવા નું જાણવા મળેલ