
- NGO, રાજ્ય સરકારો અને પ્રાઈવેટ સેક્ટરની મદદથી 100 નવી સૈનિક સ્કુલોની શરૂઆત થશે. લદ્દાખમાં ઉચ્ચ શિક્ષણ માટે લેહમાં એક સેન્ટ્રલ યુનિવર્સિટી બનશે.
- આદિવાસી ક્ષેત્રોના બાળકો માટે 750 એકલવ્ય મોડલ સ્કૂલમાં સુવિધાઓ વધારવામાં આવશે. તે માટેનો ખર્ચ 20 કરોડથી વધારીને 38 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.
- આદિવાસી બાળકો માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પણ લાવવામાં આવશે. જ્યારે અનુસુચિત જાતિના 4 કરોડ બાળકો માટે 6 વર્ષમાં 35219 કરોડ રૂપિયા ખર્ચાશે.
- દેશમાં રિસર્ચની સીમા વધારવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ઈન્સ્ટીટ્યુટ માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી. આ સંપૂર્ણ રકમ 5 વર્ષમાં ખર્ચવામાં આવશે.
- ભારત અને જાપાનની વચ્ચે સ્કિલ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે, જેથી ભારતીય ત્યાંની ટેક્નિકલ સ્કિલ્સ શીખી શકે.
- સંયુક્ત આરબ અમીરાતની સાથે મળીને ભારત સ્કિલ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે, તેને આગળ વધારવામાં આવશે.
- નેશનલ ટ્રાન્સલેશન મિશનની સ્થાપના થશે જેથી તમામ ભારતીય ભાષાઓનું નોલેજ ઉપલબ્ધ કરાવી શકાય.