ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં મોટા હેવી વાહનોના ગભરાટ ભર્યા ડ્રાઇવિંગ ના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે આજરોજ ડીસાના ગોગા ડેરી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ગોગા ડેરી પાસે પુરપાટ ઝડપે આવી રહેલ ત્રીજા ગાડીના ચાલકે બાઈક સવાર યુવકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતું જેમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.આ અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ બ્રિજા ગાડીનો ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જે વાત અકસ્માતની જાણ ડીસા તાલુકા પોલીસને કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતમાં મૃતકની લાશનો કબજો મેળવી પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ડીસા તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે વારંવાર સર્જાતા અકસ્માતનો ને લઈ હવે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પુરપાટ ઝડપે વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.