Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

કામની વાત/ ચેક કરી લો આપના આધાર કાર્ડ પર અન્ય લોકો તો નથી વાપરતા ને સિમ કાર્ડ, આવી રીતે ચકાસો

યુનિક આઇડેન્ટીફિકેશન આધાર એટલે કે તમારું આધાર કાર્ડ જ તમારું મહત્વનું દસ્તાવેજ છે. આવામાં તમારા આધાર કાર્ડની સુરક્ષા કરવી જરૂરી છે અને તેની સુરક્ષા કેવી રીતે કરવી તેનું ધ્યાન રાખવું તમારી જવાબદારી છે. આધારના ઓપરેશન જોવાવાળી સંસ્થા ‘The Unique Identification Authority of India’ એટલે કે તમારું UIDAI તમને એ સુવિધા આપે છે કે તમે ચેક કરી શકો છો કે તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં વપરાયું છે. UIDAI દ્વારા આપવામાં આવેલ ટૂલથી તમે જાણી શકો છો કે તમારું આધાર વેરિફિકેશન ક્યાં વપરાયું છે. 

જો તમે પણ તમારું આધાર કાર્ડ ક્યાં વપરાયું છે એ જાણવા માંગો છો તો આ સ્ટેપને ફોલો કરો અને આધાર કાર્ડથી થતાં ફ્રોડથી બચો. 

સ્ટેપ 1 – સૌથી પહેલા UIDAIની અધિકૃત વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ. 

સ્ટેપ 2 – ‘My Aadhaar’ ટેબમાં તમને ‘Aadhaar Services’નો ઓપ્શન જોવા મળશે. ત્યાં ‘Aadhaar Authentication History’ વિકલ્પ પર ક્લિક કરો. 

સ્ટેપ 3 – ત્યાંથી એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે 12 ડિજિટના આધાર નબંર નાખવા પડશે. 

સ્ટેપ 4 – એ પછી તમારે ‘CAPTCHA Code’  કોડ નાખવો પડશે. 

સ્ટેપ 5 – ત્યાંથી તમારે ‘Generate OTP’ પર ક્લિક કરવું પડશે એ પછી એક બીજું પેજ ખુલશે. 

સ્ટેપ 6 – આ પેજ પર તમને જે જાણકારી જોવી છે તેના પર ક્લિક કરો અથવા તો તેનો ટાઈમ પિરિયડ કે પાછલા ટ્રાન્જેક્શન ડિટેલ જોવાનો વિકલ્પ મળશે. 

સ્ટેપ 7 – હવે તમારે તમારા રજીસ્ટર્ડ નંબર પર આવેલ OTP નાખવો પડશે. 

સ્ટેપ 8 – એ પછી તમને તમારા આધાર કાર્ડ નંબરનો જ્યાં જ્યાં વપરાશ થયો છે એ વિશે દરેક ડિટેલ મળશે. 

આ જોઈને તમે ખબર લગાવી શકો છો કે આધાર કાર્ડ નમબરનો વપરાશ તમે જ કર્યો છે કે બીજા કોઈએ પણ ક્યાંય વપરાશ કર્યો છે. 

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: