કોરોના વાઇરસની ત્રીજી લહેર સામે સ્થાનિક વહીવટી તંત્ર મક્કમતાથી લડી રહ્યું છે અને ત્રીજી લહેર વચ્ચે પણ આરોગ્ય વિભાગ દ્વારા ઝડપથી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. શાળામાં અભ્યાસ કરતાં બાળકોને પણ ઝડપથી કોરોના વિરોધી વેક્સિન આપવાની કામગીરી અંતર્ગત આજે ડીસાની આરોગ્ય કચેરી દ્વારા ડીસા તાલુકાના થેરવાડા ગામમાં આવેલી નાલંદા વિધાલય ખાતે ૧૫થી ૧૭ વર્ષની વય ધરાવતા બાળકોને વેક્સિન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ અધિકારી ડો.જિગ્નેશ હરિયાણી, ભડથના મેડિકલ ઓફિસર ડો. મેમણ સહિત મેલ તેમજ ફિમેલ હેલ્થ વર્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. અને બાળકોને કોરોના વિરોધી વેક્સિન આપવામાં આવી હતી. ડીસામાં જે ગતિથી વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે તે જોતાં આગામી સમયમાં ડીસા ઝડપથી કોરોના મુક્ત બની રહેશે તેવો આશાવાદ ઊભો થયો છે.
ડીસા તાલુકાના થેરવાડા ગામે નાલંદા વિધાલય ખાતે વેકશીન કેમ્પ યોજાયો
Tags:
#Deesa taluka#Theravada village#Vaccine camp was held at Nalanda Vidyalaya#ડીસા આજના સમાચાર#ડીસા તાલુકાના થેરવાડા ગામે નાલંદા વિધાલય ખાતે વેકશીન કેમ્પ યોજાયો#બનાસકાંઠા ના લોકલ સમાચાર#બનાસકાંઠા ના સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
