Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

થરાદ પોલીસ ઊંઘતી ઝડપાઈ,LCB એ 30લાખ થી વધુ નો દારૂ ઝડપ્યો

ગાંધી બાપુ ના ગુજરાત માં દારૂ ની કડક અમલવારી ના દાવા વચ્ચે ગુજરાત માં વારંવાર દારૂ પકડાતો હોય છે ત્યારે વધુ એક વખત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં 30લાખ થી વધુ ના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે દારુ ઝડપ્યો છે જેમાં જાણવામળતી માહિતી મુજબબનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા  એચ.પી.પરમાર પોલીસ ઈન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ.પો.સબ.ઈન્સ એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબએ.એસ.આઈ. નરપતસિંહ તથા અ.હેડ.કોન્સ. ભુરાજી તથા દિગ્વિજયસિંહ તથા પો.કોન્સ. અમરસિંહ તથા દશરથભાઈ નાઓ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. અમરસિંહ તથા દશરથભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે એક ઈસમ એક આર.સી.સી.ના મિક્ચર ગોળાવાળી ટ્રક માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સાંચોર બાજુથી થરાદ તરફ આવનાર છે

જે બાતમી હકીકત આધારે થરાદ મુકામે સરકારી કોલેજ પાસે વોચમાં હતા તે દરમિયાન હકીકત વાળી ટ્રક આવતા રોકાવી ટ્રકમાં જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ ૩૬૦૦ કિ.રૂા.૧૮,૧૭,૮૮૦/-નો તથા મોબાઈલ નંગ-૧ કી.રૂ.૫,૦૦૦/- ટ્રક ગાડી કી.રૂ.૧૨,૦૦,૦૦૦/-એમ કુલ મુદ્દામાલ કિ.રૂ।.૩૦,૨૨,૮૮૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક કલ્યાણસિંહ એમાનસિંહ રાવ તથા દારૂ ભરાવનાર – ગણેશ બિશ્નોઈ રહે.ડાવલ તા.સાંચોર જિ.જાલોર(રાજસ્થાન)વાળાઓ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: