રાજસ્થાનના ઝણકલી – બાડમેરના વતની અને વર્તમાનમાં સરકારી વિનયન કોલેજ, વાવ (બનાસકાંઠા) ખાતે છેલ્લા ૪ (ચાર) વર્ષથી ઈતિહાસ વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૮માં ગુજરાત યુનિવર્સીટી અમદાવાદમાં PhD પદવી માટે નોધણી કરાવી અને ૪ વર્ષના સમયમાં સતત મહેનત અને પરિશ્રમ થકી ૨૪/૦૬/૨૦૨૨ના દિવસે ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદ દ્વારા શિક્ષણ જગતની સૌથી મોટી ઉપાધી પ્રાપ્ત થઇ. બે રાજ્યો વચ્ચેના સંબંધોનું વર્ણન ઐતિહાસિક પરિપેક્ષ્યમાં બહુજ સારી રીતે કરેલ જોવા મળે છે. શેષકરણ ચારણજીએ “स्वतन्त्रता के पश्चात गुजरात और राजस्थान के संबंधों का तुलनात्मक अध्ययन (सांस्कृतिक इतिहास के विशेष संदर्भ में)” વિષય પર પ્રો.ડૉ. હરપાલ રાણાના માર્ગદર્શનમાં સંશોધન કાર્ય કર્યું. તેમનું સંશોધન ઇતિહાસના આવનાર નવા સંશોધકોને પ્રેરણારૂપ બનશે.વધુમાં જણાવવાનું કે શેષકરણ ચારણ રાજસ્થાન નહિ પણ વાવ, થરાદ અને સુઈગામના લોકો સાથે એક પરિવારની જેમ હળી-મળીને સામાજિક એવમ શિક્ષણના ક્ષેત્રમાં નિરંતર સ્થાનિક લોકો સાથે મળીને નવી દિશા આપતા જોવા મળે છે અને તેમના આ મળતિયા સવભાવના પરિણામે તેઓ ખુબ જ લોકપ્રિય બન્યા છે.
રાજસ્થાન અને ગુજરાતના સબંધો પર મહાશોધ નિબંધ પર શેષકરણ ભંવરદાન ચારણે PhD પદવી મેળવી
Related News Stories
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
