આવતી કાલે યોજાનાર અષાઢી બીજના દિવસે વાવ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેના ભાગરૂપે આજે બનાસકાંઠા પોલીસે વાવ શહેરમાં રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફ્લેગ માર્ચ યોજી હતી. પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જાળવવા માટે શું તૈયારી કરવામાં આવી છે અને લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો. જેમાં વાવ માં ભગવાન જગન્નાથની રથયાત્રા ને લઈ વાવ પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી. જેમા સ્થાનિક આગેવાનો સહિત કોંગ્રેસ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હોદ્દેદારો સેવાભાવી સંસ્થાઓ પ્રતિનિધિ મહિલાઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાવ માં ભગવાન જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ઉપસ્થિત સૌ આગેવાનોને અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા લઈને પોલીસ નો ફ્લેગ માર્ચ
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
