Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ખેડૂત અને સરકાર વચ્ચેની બેઠકમાં ન આવ્યું કોઈ સમાધાન, કૃષિ બીલની વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો આજે 44મો દિવસ છે

નવી દિલ્હી: ત્રણ કૃષિ બીલની વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો આજે 44મો દિવસ છે. તેની વચ્ચે આજે ખેડૂતો અને કેંદ્ર સરકાર વચ્ચે આઠમા દોરની બેઠક થઈ હતી. આ બેઠકમાં પણ કોઈ સમાધાન નથી આવ્યું. આગામી બેઠક 15 જાન્યુઆરીએ થશે.

સૂત્રો મુજબ, બેઠકમાં આજે ફરી એક વખત સરકારે ખેડૂત નેતાઓ સામે કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ રાખ્યો. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે કાયદો પરત ન લઈ શકીએ કારણ કે ઘણા ખેડૂતો તેના પક્ષમાં છે. જ્યારે ખેડૂત નેતાઓ કાયદો રદ્દ કરવાની માંગ પર અડગ છે.

સરકારના વલણથી રોષે ભરાયેલા, ખેડૂતોએ મીટિંગની વચ્ચે લંગર ખાવાની ના પાડી હતી. જ્યારે સરકાર દ્વારા બપોરના ભોજન માટે વિનંતી કરવામાં આવી ત્યારે ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ રોટલી ખાશે નહીં કે ચા પીશે નહીં. બેઠકમાં કેટલાક ખેડુતો તખ્તી લઈને બેઠા હતા. જેના પર લખ્યું હતું કે, ‘અમે કાં તો મરી જઈશું અથવા જીતીશું’.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, વાણિજ્ય અને ખાદ્ય પ્રધાન પીયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી અને પંજાબના સાંસદ સોમ પ્રકાશ વચ્ચે વાણીજ્ય ભવનમાં આશરે 40 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાતચીત થઈ હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: