Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ડીસા DDO ની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ

સમગ્ર દેશમાં મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખેતી તરફ સૌથી વધુ જોવા મળી રહ્યા છે રાસાયણિક ખેતી થકી આજે ખેડૂતો ખેતી કરતા હોવાના કારણે આજે જમીનનો વિનાશ થઈ રહ્યો છે.તો બીજી તરફ આજે રાસાયણિક ખેતીના કારણે ઉત્પાદન તો વધ્યું છે પરંતુ રાસાયણિક ખેતીના કારણે મોટી મોટી બીમારીઓનું પ્રમાણ વધ્યું છે.આજે મોટાભાગના ખેડૂતો ઉત્પાદન વધુ મેળવવા માટે રાસાયણિક દવાઓનો ખેતીમાં ઉપયોગ કરતા હોય છે.જેના કારણે આજે લોકોમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે.ત્યારે આ તમામ પ્રસ્થિતિ વચ્ચે આજે બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલ રોટરી ક્લબ ખાતે બનાસકાંઠા પ્લાન ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નનીર ખેરની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા સેમિનારમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આજે બનાસકાંઠા પ્લાન ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડી, બાગાયત, આત્મા તેમજ પશુપાલન ક્ષેત્રે ફરજ બજાવતા વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ તેમજ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા તમામ ગામના ગ્રામ સેવકો અભિયાનમાં જોડાયા છે અને દરેક અધિકારીઓએ બનાસકાંઠા જિલ્લાના 234 ગામ દત્તક લીધા છે જેમાં દત્તક લીધેલા ગામોમાં અધિકારીઓ દ્વારા ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે કાર્યક્રમો કરવામાં આવશે.સાથો સાથ દરેક ગામ પ્રાકૃતિક ખેતી થકી મોડલ બને તે હેતુથી અધિકારીઓ દ્વારા ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવશે.ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં રોટરી ક્લબ ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેડૂતોને સરકારના વધુમાં વધુ લાભ મળે તે માટે જાણકારી આપવામાં આવી હતી.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: