ઇંગ્લેન્ડના પ્રવાસ પછી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એશિયા કપ 2022ના માધ્યમથી પોતાના ફોર્મમાં પરત ફરશે. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે પ્રવાસમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલીના ફોર્મને લઇને ઘણી ચર્ચા થઇ રહી છે એવામાં એશિયા કપના સ્ટેજ માટે ફોર્મમાં આવવુ સૌથી સારૂ પ્લેટફોર્મ સાબિત થઇ શકે છે પરંતુ ભારતના પૂર્વ ઓલ રાઉન્ડર ઇરફાન પઠાણનો વિચાર કઇક અલગ છે. ઇરફાન પઠાણ અનુસાર વિરાટ કોહલીની જરૂરત ટીમને એશિયા કપ કરતા વધારે ટી-20 વર્લ્ડકપમાં છે.સ્ટાર સ્પોર્ટ્સના શો ગેમ પ્લાન પર વાત કરતા ઇરફાન પઠાણે કહ્યુ કે, જ્યા સુધી મગજનો સવાલ છે, વિરાટ કોહલી શું વિચારી રહ્યો હશે, તે કઇ રીતની માનસિકતા સાથે આવશે અને મેચ રમશે, મને લાગે છે કે હાં, એશિયા કપ મહત્વપૂર્ણ પરંતુ જ્યારે હું વર્લ્ડકપની વાત કરૂ છુ જ્યા ઓસ્ટ્રેલિયામાં પિચ ઘણી સારી હશે, જે તેમણે પસંદ છે, તેમણે વાસ્તવમાં ઓસ્ટ્રેલિયામાં સારૂ પ્રદર્શન કર્યુ છે, માટે ભારતીય ટીમ તેમણે વર્લ્ડકપમાં ફોર્મ સાથે ઇચ્છશે અને જો તે એશિયા કપમાં ટોપ ફોર્મ મેળવી લે છે તો મને લાગે છે કે આ વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયા માટે વિન સિચુએશન હશે.જ્યારે ઇરફાન પઠાણને એમ પૂછવામાં આવ્યુ કે જો એશિયા કપમાં વિરાટ કોહલી ફોર્મ નથી મેળવી શકતો તો શું થશે? જેની પર તેમણે કહ્યુ કે ત્યારે ભારત વિકલ્પને જોઇ શકે છે.ઇરફાન પઠાણે કહ્યુ કે, ટીમ પાસે કેટલાક વિકલ્પ છે, તેમાંથી કોઇને પસંદ કરી શકાય છે, કારણ કે તમે ઇચ્છો છો કે વર્લ્ડકપમાં કોઇ સારા ફોર્મ સાથે જાય. તમારે વર્લ્ડકપમાં ફોર્મ નથી મળી શકતુ. જોકે, તેમણે કહ્યુ કે તે પુરી રીતે આશ્વસ્ત છે કે કોહલી એશિયા કપમાં પોતાના ફોર્મને મેળવી લેશે. તમને જણાવી દઈએ કે વિરાટની છેલ્લી સદીને બહાર આવ્યાને 1000 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને પાકિસ્તાન સામેની એશિયા કપ મેચ તેના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
કોહલી એશિયા કપમાં ફોર્મમાં ના આવ્યો તો ભારતે વિકલ્પ શોધવો જોઇએ: ઇરફાન પઠાણ
Related News Stories
एशियाई खेलों में भारतीय एथलीटों का ऐतिहासिक प्रदर्शन: 100 से अधिक पदक जीतकर नया रिकॉर्ड बनाया।
नई दिल्ली: भारतीय खिलाड़ियों ने शानदार प्रदर्शन किया है, अंतरराष्ट्रीय मंच पर राष्ट्र की महिमा को बढ़ाया है। एथलेटिक्स,...
एशिया कप तीरंदाजी: तेजल साल्वे का दोहरा कारनामा, भारत ने रजत और कांस्य पदक जीते
भारतीय तीरंदाजी के लिए यह एक गर्व का क्षण है। युवा तीरंदाज तेजल राजेंद्र साल्वे ने बैंकॉक में जीत हासिल की है...
संसद में बजट 2026-27 को लेकर तीखा संघर्ष: एआई, रोजगार और विकास मॉडल पर गरमागरम बहस
नई दिल्ली: वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत 2026-27 के केंद्रीय बजट के संबंध में संसद में फिर से...
मोबाइल से बढ़ती दूरी: अब किताबों और परिवार की ओर मुड़ने का समय है।
वाव समाचार | ध्रुपल कलाल (जैसवाल) आज के तेज़-तर्रार डिजिटल युग में, स्मार्टफोन मानव जीवन का एक अनिवार्य हिस्सा बन गया है...
