ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી તેલમાં તેલમાં ભેળસેલ થતું હોવાની બુમરાડો સામે આવી હતી. જે અંતર્ગત ડીસા શહેરમાં અનેક વાર વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને તેલનું ભેળસેળ કરતા વેપારીઓની દુકાનો પરથી સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત આજે ડીસા શહેરના રસાલા બજાર વિસ્તાર પાસે આવેલ જતીન ટ્રેડિંગ નામની દુકાન પર સવારે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં જતીન ટ્રેડિંગ નામની દુકાનમાં પડેલ તમામ તેલના જથ્થાના સેમ્પલ લેવામાં આવ્યા હતા.અને આ તમામ સેમ્પલ એફ.એસ એલ લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.આજે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાના પગલે તેલનો વેપારી કરતા વેપારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વર્ષોથી ડીસા શહેરમાં અનેક વસ્તુઓનું ભેળસેળ કરવામાં આવે છે મોટાભાગે ડીસા શહેરમાં ખાદ્ય પદાર્થોનું મોટા પ્રમાણમાં વ્યાપારીઓ નજીવા પૈસા કમાવાની લ્હાયમાં ભેળસેળ કરતા હોય છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આવા વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આગામી સમયમાં લોકો સાથે જે ચેડા થઇ રહ્યા છે તે અટકી શકે તેમ છે.
ડીસાના રીસાલા બજાર પાસે આવેલ જતીન ટ્રેડિંગમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
