ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટી કમર કસી રહી છે. ગુજરાતમાં નેતાઓની મુલાકાતો દોર શરુ થઇ ગયો છે ત્યારે હવે નેતાઓની નજર સૌરાષ્ટ્ર પર છે. ગુજરાત વિધાનસભાની સૌરાષ્ટ્રમાં 48 બેઠકો છે અને આ તમામ બેઠકો પર દરેક પક્ષ પોતાની દાવેદારી મજબૂત કરવા માટે સ્થાનિક નેતાઓથી લઈને રાષ્ટ્રીય નેતાઓ સૌરાષ્ટ્રભરમાં ચૂંટણી સભાઓ ગજાવશે અને રૈલીયો કાઢશે. આ વર્ષની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સક્રિય થઇ ગઈ હોય અને થોડા જ સમયમાં આમ આદમી પાર્ટીએ પોતાના પ્રચાર અને વાયદાઓને કારણે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસની સાથે પોતાની દાવેદારી મજબૂત કરી છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થશે.ગુજરાતની સૌરાષ્ટ્રની 48 બેઠકો પર મોટાભાગના વિસ્તારોમાં કોઈ પણ પાર્ટીનો પક્ષ ન હોય તેમ તમામ રાજકીય પક્ષો આ વિસ્તારને જીતવા એડી ચોંટીનું જોર લગાવી દેશે. આ વિસ્તારમાં કોઈ પણ રાજકીય પાર્ટીનો ગઢ નથી અને એટલે જ દરેક પાર્ટી વધુમાં વધુ સંખ્યામાં સીટો જીતવા ખુબ જ મહેનત કરી રહી છે. સૌરાષ્ટ્રમાં ભાજપના, કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ચૂંટણી માટે સભાઓ ભરશે, રેલીઓ કાઢશે અને મતદારોને વિવિધ રીતે પોતાની તરફ ખેંચવા માટે પ્રયત્નો કરશે. અહીં નોંધીનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપને સત્તા તો મળી પરંતુ ખુબ જ ઓછી બેઠકો મળી હતી જો કે આ વર્ષે ભાજપની સામે કોંગ્રેસ પક્ષ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે જોવાનું રહેશે કે સૌરાષ્ટ્રની બેઠકો પર કોણ કેટલી બેઠકો જીતશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય નેતાઓના ચૂંટણી સભાઓ ગજાવશે
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।
(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।
वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...
