Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના વાંઢીયાવાસ ની ગોળાઈમાં કેમિકલ ભરેલ ટ્રેલરે પલટી મારી , ડ્રાઈવર નું મોત નીપજ્યું સાથી નો આબાદ બચાવ થયો

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર રોજેરોજ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો માં અત્યાર સુધી અનેક લોકોએ જિંદગી ગુમાવી છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આવો જ એક અકસ્માત આજે વાવ ના વાંઢીયાવાસ ની ગોળાઈ માં થયો હતો .જેમાં કોઈ કારણસર ટ્રેલર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કેમિકલ ભરેલ ટ્રેલરે પલટી મારી હતી .ધડાકા નો અવાજ સાંભળી આજુબાજુ માં ખેતર માં રેહેતા લોકો ધટના સ્થળે દોડીઆવ્યા હતા.જયાં ટ્રેલર નો ડ્રાઈવર ટ્રક નીચે દબાયેલ તેમજ સાથી નો આબાદ બચાવ થતા સ્થાનિક લોકોએ પોલીસ તેમજ ૧૦૮ નો સંપર્ક કરતા ધટના સ્થળે આવી પહોચી ગાડી નીચે દબાયેલ ડ્રાઈવર ને ભારે જહેમત બાદ જે.સી.બી મશીન ની મદદથી બહાર કઢાયો હતો.

જેને ૧૦૮ મારફતે તાત્કાલિક વાવ રેફરલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.જે બાદ સરકારી હોસ્પિટલ હાજર તબીબે યુવક ને મૃત જાહેર કર્યો હતો .ત્યારબાદ પોલીસ પ્રાથમિક તપાસ માં આ યુવક સંતોષભાઈ કીશ્નારામ બિશ્નોઈ ,સોનેડી રાજેસ્થાન હોવાનું જાણવા મળ્યું.ત્યારબાદ મૃતક યુવક ના શબ ને વાલી વારસા ને સોપવામાં આવ્યો હતો

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: