Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

કોરોના વાયરસ નું વધુ એક રૂપ સામે આવ્યું વૈજ્ઞાનિક નું અનુમાન દર ત્રણ દર્દી માંથી એક દર્દી નું મોત થવાની સંભાવના

કોરોના વાયરસે સૌથી પહેલા ચીનના વુહાન શહેરમાં દેખા દીધી હતી.વુહાનના વૈજ્ઞાનિકોએ હવે દુનિયાને ચેતવણી આપતા કહ્યુ છે કે, એક નવો વાયરસ NEOCOV પણ મળી આવ્યો છે.આ વાયરસ નવો નથી પણ તેની ખબર હમણાં પડી છે.તે દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે.રાહતની વાત એ છે કે, હજી તે માણસોમાં ફેલાયો નથી.

રશિયન મીડિયાના અહેવાલ પ્રમાણે NEOCOV વાયરસ મર્સ કોવ નામના વાયરસ સાથે જોડાયેલો છે.મર્સ કોવનો પ્રકોપ 2012 અને 2015માં પશ્ચિમ એશિયાના દેશોમાં જોવા મળ્યો હતો.NEOCOV પણ સાર્સ કોવિડ ટુ જેવો છે.જેનાથી માણસો સંક્રમિત થઈ રહ્યા છે.

વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, હાલમાં તો તે દક્ષિણ આફ્રિકામાં ચામાચિડિયામાં જ જોવા મળ્યો છે.વુહાન યુનિવર્સિટી અને ચાઈના એકેડમી ઓફ સાયન્સના સંશોધકોના રિસર્ચ પેપરમાં કહેવાયુ છે કે, નવા વાયરસને માણસને સંક્રમિત કરવા માટે માત્ર એક મ્યુટેશનની જરુર છે.જો આ વાયરસ માણસોને સંક્રમિત કરશે તો મોટા પાયે લોકોના મોત થઈ શકે છે.દર 3 દર્દીએ એકનુ મોત થવાની શક્યતા છે.

રશિયાના સરકારી વાયરોલોજી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના સંશોધકોનુ કહેવુ છે કે, NEOCOV વાયરસ હાલમાં તો માણસોને સંક્રમિત કરવા માટે સક્ષમ નથી પણ કોરોનાના જે પ્રકારનો ખતરો છે તે જોતા તેના પર અભ્યાસની જરુર છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: