ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા શહેરના નેશનલ હાઈવે પર વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેમાં અત્યાર સુધી સૌથી વધુ અકસ્માતનો ભોગ બાઈક સવારો બન્યા છે વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો મોતને પણ ભેટે છે ત્યારે વારંવાર જતા અકસ્માતોને લઈ હવે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માત ડીસા શહેરના રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે આવેલ ગણેશ કૃપા સોસાયટી પાસે બન્યો હતો જેમાં ગણેશ કૃપા સોસાયટી ની સામે વળાંકમાં બુલેટ સવાર પોતાનું બાઇક વાળવા જતા રાજ મંદિર સામેથી આવી રહેલ સ્વીફ્ટ કારના ચાલકે બુલેટ સવારને અડફેટે લીધો હતો જ્યાં બુલેટ સવાર બાજુમાં રોડની સાઈડમાં પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે સ્વીફ્ટ કારના ચાલક થાંભલા સાથે અથડાતા સ્વીફ્ટ કારના કુરચે-કુરચા ઉડી ગયા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત બુલેટ સવારને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો
ડીસા સ્વીફ્ટ ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#An accident occurred between Deesa Swift car and bike#ગુજરાત#ડીસા સ્વીફ્ટ ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
