Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

ડીસાના રાજમંદિર સર્કલ નજીક સર્જાયો અકસ્માત..

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે અને રોજબરોજ અકસ્માતની ઘટના સામે આવી રહી છે.ખાસ કરીને હાઈ-વે વિસ્તારમાં મોટા હેવી વાહનોની પુરપાટ જડપના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.હાઈ-વે રોડ પર ટ્રાફિક જામ હોવા છતાં પણ આજે મોટા ભાગે ટ્રક ચાલકો પોતાના વાહનોની સ્પીડ ઓછી કરતા નથી.જેના કારણે વારંવાર અકસ્માત થઈ રહ્યા છે. આ વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો માટે અત્યાર સુધી અને એક માસૂમ જિંદગીઓ ને અકસ્માતમાં મોતને ભેટી છે.આજે વધુ ડીસાના રાજ મંદિર સર્કલ નજીક અકસ્માત સર્જાયો હતો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસાના રાજ મંદિર સર્કલ પાસે એક ડમ્પર ચાલક રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકને અડફેટે લીધો હતો. અને દૂર સુધી બાઈક ચાલકને ડમ્પર નીચે ઘસેડી લઈ ગયો હતો.આ અકસ્માતમાં ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.અને અકસ્માત કરી ફરાર થવા જતા ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો.આ અકસ્માતને લઈને રાજમંદિર સરકાર પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિકજામ દૂર કરાયો હતો તેમજ બાઇકચાલક ઇજાગ્રસ્ત ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતમાં ડીસા દક્ષિણ પોલીસ એ ડમ્પર ચાલક ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: