સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતા જનક વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઈ-વે હાલ વારંવાર સર્જાતા અકસ્માતને લઈ લોહિયાળ સાબિત થઈ રહ્યા છે. ડીસા સહિત આજુબાજુના અનેક તાલુકાઓમાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક અકસ્માતો સર્જાયા છે વારંવાર સર્જાતા અકસ્માતોમાં અનેક લોકોના ભોગ લેવાયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માત ની ઘટના એક પછી એક સામે આવી રહી છે.ત્યારે આજે વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી હતી.સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો એક શિક્ષક આજે પોતાના પરિવાર સાથે કાર માં ભીલડી થી ડીસા આવી રહ્યો હતો.તે દરમિયાન ભીલડી રેલવે બ્રિજ પર એક પાછળ થી આવી રહેલા ટ્રેલર ચાલકે શિક્ષક ની કાર ને પાછળ થી જોરદાર ટક્કર મારી હતી. જેમાં કાર પલટી મારી હતી.અને અકસ્માત માં કાર 20 ફૂટ જેટલી ધસડાઈ હતી.આ અકસ્માત પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.અને તાત્કાલિક કારમાં સવાર તમામ લોકોને બહાર નિકાળાયા હતા.પરંતુ સદનસીબે શિક્ષક પરિવાજનો આબાદ બચાવ થયો હતો…
ડીસા ભીલડી નેશનલ હાઇવે પર શિક્ષક ની ગાડીને નડ્યો અકસ્માત
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
