બનાસકાંઠા ના દિયોદર ખાતે તા:૦૮/૦૯/૨૦૨૧ ના વહેલી સવારે એક દુર્ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થતાં દિયોદર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. જાણવા મળતી વિગતો મુજબ દિયોદર રેલ્વે સ્ટેશન પાસે આવેલ એક બિલ્ડિંગને તોડવાનું કામ ચાલી રહ્યુ હતુ. આ દરમ્યાન અચાનક એક જર્જરીત દિવાલ ધરાશાઇ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનામાં એક યુવક દટાઇ ગયા બાદ ઘટનાસ્થળે જ તેનું કરૂણ મોત થયુ હતુ. પરંતુ પ્રાથમિક તપાસમાં મૃતક સિધ્ધપુરના મગનજી રવાજી ઠાકોર હોવાનું ખુલ્યુ હતુ. ઘટનાને લઇ સ્થાનિક પોલીસ સહિતની ટીમ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
દિયોદરમાં મકાન તોડતી વખતે દિવાલ ધરાશાઇ થતાં યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું ..
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#BANASKANTHA#VIRALNEWS#YEHHAINEWSINDIA#ગુજરાત#દિયોદર#વાયરલ
Related News Stories
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
