Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

દિયોદર ખાતે ઠાકોર સમાજ શિક્ષક મંડળ દ્વારા આયોજિત વિધાર્થીઓ નો સન્માન સમારંભ યોજાયો

દિયોદર ઠાકોર સમાજ છત્રાલય ખાતે આજ રોજ દિયોદર તાલુકા ઠાકોર સમાજ શિક્ષક મંડળ દ્વારા દિયોદર ખાતે તેજસ્વી તારલાઓ નો સન્માન સમારંભ રાખવા માં આવ્યો હતો જેમાં પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્ર્મ ની શરૂઆત કરવામાં આવી હતી વિધાર્થીઓ દ્વારા રજીસ્ટેશન કરવા માં આવ્યું હતું ત્યાર બાદ વિધાર્થીઓ ને સન્માનિત કરવા માં આવ્યા હતા શિક્ષક મંડળ દ્વારા તેજસ્વી વિધાર્થીઓ ને સન્માનિત કરતા દિયોદર ઠાકોર સમાજે શિક્ષકો નો આભાર માન્યો હતો આ પ્રસંગે પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે શિક્ષણ પર ભાર મુકતા જણાવ્યું હતું કે સમાજ માં શિક્ષણ લાવવું એ આપણી મૂળભૂત ફરજો છે દીકરા દીકરી ને ભણાવવી જોઈએ ઉચ્ચ શિક્ષણ આપી તેની જીવન કારકિર્દી બને તેવા પ્રયત્નો કરવા જોઈએ બીજી તરફ કેશાજી ચૌહાણે મતાધિકાર પર ભાર મુકતા જણાવેલ કે આ દેશ ના નાગરિક તરીકે મત આપવો એ પણ આપણી ફરજ છે એટલે તેમણે મતદાર યાદી સુધારણા ના જે કાર્યક્રમ ચાલે છે તેમાં 18 વર્ષ થી ઉપર ની ઉંમરના રહી ન જાય તે માટે જાગૃત થઈ નોંધણી કરાવવા પર પણ ભાર મુક્યો હતો આ કાર્યક્રમ માં દાતાઓ ને સદારામબાપુ નો ફોટો આપી સન્માનિત કર્યા હતા તેમજ તેજસ્વી વિધાર્થીઓ ને પ્રમાણપત્ર અને બેગ આપી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમ આ ટૉટાણા આશ્રમ નાં સંત શ્રી દાસબાપુ એ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગે ઠાકોર સમાજ ના શિક્ષક મિત્રો સમાજ ના અગ્રણીઓ યુવાનો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: