Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

સુઇગામ ખાતે આવેલ પૌરાણિક રાજેશ્વર મહાદેવના મંદીરમાં થયેલ ચકચારી ચોરીનો ભેદ ઉકેલતી બનાસકાંઠા LCB

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા

બનાસકાંઠા ના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા તથા આજુબાજુના જિલ્લાઓમાં બનતા ઘરફોડ ચોરીના તેમાંય ખાસ કરી મંદીર ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સુચના કરેલ ગઇ તા.૧૧/૦૭/૨૦૨૧ ના રાત્રીના સમયે સુઇગામ ખાતે આવેલ પૌરાણિક તથા હીન્દુ ધર્મના આસ્થા સમાન પવિત્ર રાજેશ્વર મહાદેવના મંદીરમાંથી ચાંદીના છતર વિગેરેની ચોરી થયેલ અને આ ચોરીમાં ચોરી કરનાર ઇસમો દ્વારા મહાદેવના મંદીરમાં આવેલ શીવલીંગ તથા આજુબાજુની જગ્યાને નુકશાન કરેલ હોય જેના કારણે સરહદી વિસ્તારમાં ઉપરોકત મંદીર ચોરીના બનાવ અંગે ઘેરા પ્રત્યાઘાત પડેલ હતા.જે બનાવની ગંભીરતા ધ્યાને લઇ બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી તરુણકુમાર દુગ્ગલ એ જાતે બનાવની જગ્યાની વિઝીટ કરી આ ચકચારી મંદીર ચોરીનો બનાવ શોધી કાઢવા માટે અલગ અલગ ટીમોનુ ગઠન કરેલ અને ઉપરોકત બનાવ સબંધે ગઠીત થયેલ ટીમોના ઇન્ચા.શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.,પાલનપુરને ખાનગી રાહે હકકીત મળેલ કે, ઉપરોકત ગુનામાં તથા બનાસકાંઠા જિલ્લા તથા આજુબાજુના જિલ્લાઓમાં મંદીર ચોરીના ગુનાઓમાં અંબાજીની નટ ગેંગ સંડોવાયેલ છે.ટીમ ઇન્ચા.શ્રીને મળેલ લીડના આધારે શ્રી જે.બી.આચાર્ય પોલીસ ઇન્સ્પેકટર, અંબાજી તથા તેમની ટીમ દ્વારા આરોપી મણકાભાઇ પુનાભાઇ સોલંકી (અનુ.જનજાતિ) રહે. જંબરા તા.દાંતાવાળાને અત્રેની કચેરી લાવી પુછપરછ કરતા તેઓએ તથા તેમની સાથેના બીજા સાતેક માણસો મળી આ મંદીર ચોરીનો ગુનો કરેલ હોવાની કબુલાત કરેલ છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: